નવી દિલ્હી: કોરોના વાઈરસને લઈને સરકારે નિવેદન બહાર પાડ્યું છે. રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાઈરસના કુલ 29 કેસ સામે આવ્યાં છે. તેમણે કહ્યું કે ચીનથી ભારત લાવવામાં આવેલા તમામ લોકોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમણે કહ્યું કે દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગભરાઓ નહીં! કોરોનાની સારવારનો બોજો નહીં પડે તમારા ખિસ્સા પર, સરકારે લીધો મહત્વનો નિર્ણય


ડો. હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યું કે અમે માર્ગદર્શન માટે WHOના સંપર્કમાં છીએ. ઈરાનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારત સરકાર ઈરાનની સરકારના સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે 4 માર્ચ સુધીમાં કુલ 28529 લોકોને સામુદાયિક નિગરાણીમાં લાવવામાં આવ્યાં અને હાલ તેમની નિગરાણી થઈ રહી છે. હું રોજેરોજ સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું. મંત્રીઓનો એક સમૂહ પણ સ્થિતિની નિગરાણી કરી રહ્યો છે. 


ડો. હર્ષવર્ધને કહ્યું કે દેશમાં 18 જાન્યુઆરીથી સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. ચીન, જાપાન, હોંગકોંગ, નેપાળ, વિયેતનામ, સિંગાપુર, થાઈલેન્ડ વગેરે દેશોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ તો પહેલેથી થતું હતું પરંતુ હવે વિદેશથી આવતા તમામના સ્ક્રિનિંગ થઈ રહ્યા છે. N95 માસ્ક અને અન્ય ઉપકરણોના એક્સપોર્ટને નિયંત્રિત કરાયું છે. તપાસ માટે 15 લેબ બનાવવામાં આવી છે. 19 હજુ વધુ તૈયાર થઈ રહી છે. એક કોલ સેન્ટર પણ તે માટે  બનાવવામાં આવ્યું છે.

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...